અક્ષર કન્યા વિદ્યાલય
જેતપુર, જિ. રાજકોટ

   
Akshar Kanya Vidhyalay Jetpur | Trust Activities

ટ્રસ્ટનાં હેતુઓ

ટ્રસ્ટ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક અભિયાન ચલાવી સાક્ષરતા માટે સતત પ્રવૃત્તિમય રહે છે અને નબળા વર્ગના લોકોને અક્ષર જ્ઞાન મળે તેમજ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધુમાં વધુ થાય અને સમાજ સાક્ષર બને તે ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

શાળામાં જાતિના ભેદભાવને બદલે શૈક્ષણિક કાર્યમાં ધ્યાન આપવું એ અમારો મુખ્ય હેતુ છે. શૈક્ષણિક સંસ્થા દ્વારા જણાવેલ સાધનો તથા વસ્તુઓની સુવિધા પૂરી પાડવી ટ્રસ્ટ દરેક જાતિના અને વર્ગોના કલ્યાણ માટે પ્રવૃત્તિમય રહે છે. ધર્માદા સંસ્થા તથા સામુહિક પ્રવૃત્તિ કેન્દ્રોની સ્થાપના કરે છે. વિદ્યાર્થીઓના કલ્યાણ માટે શાળાઓ કોલેજ તથા મહિલાઓ વિધવા, અનાથ બાળકો માટે કલ્યાણ કેન્દ્રની સ્થાપના કરે છે. વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ વ્યવસ્થા તથા જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને યુનિર્ફોર્મ સહાય પુસ્તક સહાય વિગેરે કરવામાં આવે છે. અંદ્યજનો,અપંગો વૃધ્ધો તથા મહારોગના દર્દીઓ માટે હંમેશા પ્રવૃત રહે છે.