અક્ષર કન્યા વિદ્યાલય
જેતપુર, જિ. રાજકોટ

   
Akshar Kanya Vidhyalay Jetpur | Facility

સુવિધાઓ

કોમ્પ્યુટર વિષયક બાબતો

અમારી કોમ્પ્યુટર લેબ તદન આધુનિક અને સંભવિત સગવડ ધરાવે છે. ઇન્ટરનેટ સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. દરેક કોમ્પ્યુટરમાં વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબ બધા જ સોફટવેર પૂરા પડાય છે. કોમ્પ્યુટર લેબપ્રોજેકટર સાઉન્ડ સિસ્ટમ V.C.R તથા વિડીયો પ્રસારણની સુવિધા ધરાવે છે. L.C.D.પણ સગવડતા છે. લેખન થિયરી કરાવી શકાય તેવી પણ સૂવિધા છે.

પીવાનું પાણી

તબીબી સલાહકારના મત મુજબ છેલ્લાં ઘણાં વર્ષોથી બાળકો સ્કૂલના સમય દરમ્યાન જરૂર પુરંતુ પાણી પીતા નથી. જેના પરિણામે થોડા સમયમાં કે લાંબા સમયગાળા દરમ્યાન પાણીની ઉણપથી શારિરીક રોગો થવાની સંભાવના રહે છે. આ માટે આરોગ્ય વિભાગ દ્રારા બાળકોને શાળામાં પુરતુ પાણી સમયસર પીવાની સલાહ આપવામાં આવે છે. પાણીનો વ્યવસ્થિત પુરવઠો મળી રહે તથા નકામાં પાણીનાં નિકાલની પુરતી વ્યવસ્થા છે કે નહિં તેની દેખરેખ રાખવામાં આવે છે. આમ શાળાનાં બાળકોને બરાબર ચકાસણી કરેલું અને તેમના આરોગ્યને ધ્યાનમાં રાખીને પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે.

રમત / ગમત

પ્રકૃતિમાં રમત એ સાર્વભૌમ છે. રમત એ એક એવી ફોટો વિદ્યા છે. જેને આપણે સ્વતંત્ર રીતે અને આપણી ઈચ્છા મુજબ મેળવી શકીએ છીએ. રમત એ ક્રિયાત્મક ગતિ વિધિઓની ઉંડી અભિવ્યકિત છે. રમત એ મગજ અને શરીર માટે એવો શ્રમ છે કે જે આપણને એટલી પ્રસન્નતા આપે છે. જેનો કોઈ અંત જ નથી. ધો ૮ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓ માટે લીંબુ ચમચી, કોથળા કૂદ,બુક બેલેન્સ જેવી રમતોની આંતરવર્ગીય સ્પાર્ધાઓ થઈ હતી. જેમા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ ત્રિપગી દોડ,રિલે દોડ,મટકા ફોટ,મટકા બેલેન્સ,પોટેટો રેઈસ સિકકા શોધવા,બનાના, સ્લોસાઈકલ, દેડકા કૂદ,વગેરે જેવી રમતોની આંતરવર્ગીય સ્પર્ધાઓ યોજાય હતી. જેમાં પણ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જયારે શાળાનાં તમામ બાળકો બધા ઉત્સાહી હોય તો શાળાના શિક્ષકો ઉત્સાહથી વંચિત કંઈ રીતે રહી શકે ?શિક્ષકો પોતાનું બાળપણ કંઈ રીતે વીસરી શકે? તે માટે શાળામાં શિક્ષકો માટે પણ સંગીત ખુરશી, બુક બેલેન્સ,કોથળા કૂદ જેવી રમતોની સ્પર્ધાઓ યોજાય હતી. જેમાં શિક્ષકોએ પણ પોતાનું શિક્ષણપણું વીસરી જઈ વિદ્યાર્થી બનીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંતરવર્ગીય રમતગમત સ્પર્ધા અંતર્ગત ભાઈઓ માટે ક્રિકેટ અને બહેનો માટે ખો- ખોની સ્પર્ધા થઈ હતી.

અંતે ઉપર્યુકત રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના ઈનામો આચાર્યશ્રીના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. આજ રીતે દરેક વર્ષે વિવિધ રમતોથી તાજગી ભર્યા તંદુરસ્ત સ્પોટર્સ ડેનું આયોજન કરવામાં આવે છે.

DTH/TV રૂમ

શાળામાં ડીશ ટીવીની સુવિધા ઉપલબ્ધ છે. વિના મૂલ્યે L.D Direct Plus દ્વારા DTH Serviceની સુવિધા પણ મળી રહે છે.

દૂરદર્શન કંપની નીચે DD Direct Plus કામ કરે છે. જે જાહેર ટેલિવિઝન પ્રસારક છે. ખરેખર DD Direct Plusએ બીજી બધીજ કેબલ ચેનલો તથા DD Direct Plusઓછી કિંમતે પૂરી પાડે છે.

શાળાના વિ-ઓને જાહેર ક્ષેત્રની વ્યક્તિ વિશેની મુલાકતો તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમો સમયાનુસાર બતાવવામાં આવે છે.

વખતોવખત પદાધિકારીઓના કે મુખ્યમંત્રીના વિડીયો કોન્ફેરન્સ વિ-નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવે છે.

ગ્રંથાલયની વિગતો

અમારી શાળાના ગ્રંથાલયમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન દરેક વિ-ઓ તથા શિક્ષકોને ધ્યાનમાં રાખીને મનોરંજન તથા જ્ઞાનવર્ધક પુસ્તકોનો સમાવેશ કરવામાં આપ્યો છે. જયારે જયારે બાળકો જરૂર પડે તેવા પુસ્તકોથી તેમનો સંર્વાગી વિકાસ થાય એ હેતુથી ગ્રંથલયમાં પુસ્તકોનો સમાવેશ કરેલો છે. આ માહિતી બાળકોને તેમના જીવનભર ઉપયોગમાં આવે તથા યાદ રહી જાય એવી ભાષામાં હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે. શાળામાં લગભગ ૨૮૦૦ જેટલા પુસ્તકો છે. જે દર પંદર દિવસે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વાંચન માટે આપવામાં આવે છે.

તમે કોઇ સુંદર પુસ્તક વાંચો ત્યારે છેલ્લું પાનુ પુરુ કરો પછી તેમને એવુ લાગે કે તમે એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે. -

બાળકોના વિકાસમાં(Counselling)

શાળામાં સરકારી કાર્યક્રમો દ્રારા આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ પોતાના ફેમિલી ડૉકટરો પાસે આરોગ્ય તપાસણી કરાવે છે. અને તેનો રીપોર્ટ શાળામાં આપે છે. અને આ ઉપરાંત શાળાના પી.ટી. શિક્ષકો દ્રારા સત્રમાં બે વખત વિદ્યાર્થીઓના વજન ઉંચાઈ છાતી માપવામાં આવે છે. જેની નોંધ વિદ્યાર્થીઓના પ્રગતિપત્રકમાં પણ કરવામાં આવે છે. શાળામાં બ્લડ ગ્રૃપ કેમ્પ તથા થેમેસેલીયા જેવા રોગોના પણ કેમ્પ રાખવામાં આવે છે.

છાત્રાલય/હોસ્ટલ વ્યવસ્થા

શાળાના સંલગ્ન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને બધીજ સગવડો અને સંપૂર્ણ સૂરક્ષા સાથે હોસ્ટલની સુવિધા અપાય છે. ધો.૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ઇચ્છે તો હોસ્ટેલ તો સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અને હોસ્ટેલ બિલ્ડીંગમાં ૨૪ કલાક ચોકીદારની વ્યવસ્થા છે. દરેક વિદ્યાર્થીઓને હોસ્ટેલના બધાજ નિયમો અનુસરવા ફરજિયાત છે. અઠવાડીયાના અંતમાં હોસ્ટેલમાં વિવિધ પ્રોગ્રામ જેવાકે ઇન્ડોર-આઉરડાર રમત ગમત સાંસ્કૃતિક પ્રોગ્રામ, સાહસિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસ વગેરે થાય છે. ડૉકટરો તથા ઇમરજન્સી સ્ટાફ વિદ્યાર્થીઓની જરૂર પર હમેશાં હાજર રહે છે.

સભાખંડ

શાળાના સભાખંડમાં નાના નાના પ્રોગ્રામો યોજવામાં આવે છે. અને લાઇટની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.