અક્ષર કન્યા વિદ્યાલય
જેતપુર, જિ. રાજકોટ

   
Akshar Kanya Vidhyalay Jetpur | Default

મુખ્ય પાનું

આચાર્યાશ્રીનો સંદેશ

શાળાએ વિદ્યાનું મંદિર છે. શાળા એક વિશિષ્ટ પ્રણાલી છે. જયાં શિક્ષણ,સંસ્કૃતિ, અને સભ્યતાનું સિંચન થાય છે. શાળાની આગવી પ્રણાલી છે. જેની સવિસ્તાર માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. શાળામાં સાંસ્કૃતિક અને ઇતિર પ્રવૃત્તિઓ, પરીક્ષાનું આયોજન, ઉત્સવ ઉજવણી શૈક્ષણિક પ્રવાસના આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. શાળામાં પરિવારની ભાવનાને જાગૃત કરે એવા શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સેતુ સમાન છે. દેશનો વિકાસ સંપૂર્ણરીતે યુવાનોના ખભાપર છે તેથી તેનુ ધડતર અને ગુણવત્તા સુધરે તેવા શિક્ષણની જરૂર છે.

શાળાએ પરંપરાગત પધ્ધતિથી શૈક્ષણિક અનુભવોની સાથે સાથે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી યુગમાં અદ્યતન શૈક્ષણિક પધ્ધતિ, પ્રયુ ક્તિના અભિગમના ઉપયોગની શરૂઆત કરી દીધી છે. જેનું સમગ્ર સંચાલન વિષય શિક્ષકો દ્વારા જ થાય છે. અમારી શાળાના શિક્ષકો આ સમ્રગ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે. શિક્ષણની નવી તરાહનો અભ્યાસ કરી શિક્ષણની મુલવણી કરી રહ્યા છે. શિક્ષણની મુડી ને વાપરીને વધુ નફો થાય તેવું ધ્યેય છે.

શાળામાં પરંપરાગત બાળકોને માત્ર પુસ્તકીયુ જ્ઞાન જ નથી અપાતું પરંતુ બાળકોનો સંર્વાગી વિકાસ થાય એ હેતુને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આજે જીવન મુલ્યોનું વિઘટન ખૂબજ ઝડપથી થઇ રહયું છે. તથા સામાજિક જીવનમાં અરાજકર્તા ભરી સ્થિતિ દિવસે દિવસે વધતી જાય છે. આવા સમયમાં શાળા જ બાળકોમાં સંસ્કાર નિર્માણ અને આદર્શ માનવનું નિર્માણ કરી શકે છે. આધુનિક ટેકનીકના સાધનો દ્વારા શિક્ષણના પ્રયોગલક્ષી માધ્યમયો દ્વારા બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે જ માત્ર ઉદ્દેશ હોય છે.

આજના શિક્ષણમાં સાધનો વધ્યાં છે. ઇમારત વિકસી છે. ભણાવવાની ટેકનિકો વધી છે. ભણવનારાઓની સંખ્યા વધી છે. અભ્યાક્રમોની સંખ્યા પણ વૃધ્ધિ પામી છે. પરંતુ આમ છતાં સાચું શિક્ષણ જાણે કે ખોવાઇ ગયુ છે. ત્યા એક સાચો શિક્ષક પોતાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તેમની ઉંમર પ્રમાણે શિક્ષણ સાથે માર્ગદર્શન આપીને જીવન માટે તૈયાર કરે છે. પાઠય પુસ્તકોનું જ્ઞાન આપવાની સાથે સાથે એક નિષ્ઠાવાન શિક્ષક કે શિક્ષિકા પોતાનાં બાળકોને માનવીય મુલ્યો અને જીવનના આદર્શ પૂરા પાડે એ પણ આજના પ્રવર્તમાન યુગમાં એટલુ જ જરૂરી છે. બાળકોના વિકાસનું દૃષ્ટિબિંદુ તેની આસપાસ ફરે છે. તેને ધ્યાનમા રાખી તેની શૈક્ષણિક અપેક્ષાઓને પહોચી વળવું જરૂરી છે.

ધ્યેય કથન

શાળા પરિવારના બાળકોને ગતિશીલ ચારિત્ર્ય શીલ, આત્મ વિશ્વાસ જ્ઞાન-કૌશલ્ય કેળવે તથા જીવનમાં આવતા પડકારને પહોંચી વળે તેવી આવડત પ્રાપ્ત કરી દેશના જવાબદાર નાગરિક બનાવવાનું છે.

દ્રષ્ટિ કથન

(૧) પોતાની પરિસ્થિતિને અનુરૂપ જીવન જીવવું
(૨) શિસ્ત-વ્યવસ્થાપન રીતથી દરેક ને સંતોષ આપવો
(૩) સમાજના ઉપયોગી  નવિની કરણ ની પ્રવૃત્તિઓને વેગઆપવો
(૪) સહકારની ભાવના કેળવી પારિવારિક સંબંધો રાખીને રહેવું
(૫) વિકાસ પ્રયાસનું અનુવર્તનકાર્ય કરવું
(૬) માનવીય સંબંધો વિકસાવવા